હળવદ તાલુકાના રણમલપુર ગામે પ્રભુભાઈ ભગવાનભાઈ વિરાણીના મકાનના પાછળના ભાગે ઇલેક્ટ્રિકના ટી.સી.ની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
આ અંગે મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન હળવદ તાલુકાના રણમલપુર ગામે પ્રભુભાઈ ભગવાનભાઈ વિરાણીના મકાનના પાછળના ભાગે ઇલેક્ટ્રિકના ટી.સી.ની બાજુમાં જાહેરમાં તીનપત્તી રમતા સાત જુગારીઓ પ્રભુભાઇ ભગવાનભાઇ વિરાણી (ઉ.વ.65), વિજયભાઇ ચંદુભાઇ વેકરીયા (ઉ.વ.25), સુરેશભાઇ રણછોડભાઇ કુડેચા (ઉ.વ.27), વિપુલભાઇ ત્રિભોવનભાઇ પારેજીયા (ઉ.વ.40), નાગરભાઇ જાદુભાઇ વિરાણી (ઉ.વ.40), દેવકરણભાઇ મનજીભાઇ વરમોરા (ઉ.વ.64) રહે બધા ગામ રણમલપુર તા.હળવદ તથા ગણપતભાઇ પ્રભુભાઇ નગવાડીયા (ઉ.વ.57) રહે. ગામ મંગળપુર તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.25,350 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




