HomeMorbiવાંકાનેરના અગાભી પીપળીયા ગામે કૂવામાંથી પરિણીતાની લાશ મળતા પરિવારમાં કલ્પાંત

વાંકાનેરના અગાભી પીપળીયા ગામે કૂવામાંથી પરિણીતાની લાશ મળતા પરિવારમાં કલ્પાંત

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે રહેતા કંચનબેન દેવરાજભાઈ ભુડિયા (ઉ.વ.25) નામની પરિણીતાની તેમના ઘર પાછળ આવેલ કુવામાંથી લાશ મળી આવતા પરિવારમાં કરૂણ કલ્પાંત મચી ગયો છે.

તો આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસના મૃતકના પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. જો કે, ક્યાં કારણોસર મહિલા કૂવામાં પડી તે કારણ હજુ અકબંધ છે.

RELATED ARTICLES

Most Popular