HomeMorbiવાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક એક્વાટોપ સિરામિક કારખાનામાં મોડી રાત્રે લાગી વિકરાળ આગ

વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક એક્વાટોપ સિરામિક કારખાનામાં મોડી રાત્રે લાગી વિકરાળ આગ

વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે પર વઘાસિયા ટોલનાકા નજીક જીઆઈડીસીમાં સિરામિક ફેકટરીમાં વિકરાળ આગ લાગી હતી. આગની જાણ થતા જ વાંકાનેર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, આગ એટલી વિકરાળ હતી કે મોરબી ફાયર બ્રિગેડની પણ મદદ માંગવામાં આવી હતી.

ગઈ કાલે મોડી રાત્રે વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે આવેલ એક્વાટોપ સિરામિક નામના કારખાનામાં વિકરાળ આગ લાગી હતી. સેનિટરી વેરના કારખાનામાં આગ બેકાબુ બનતા મેજર કોલથી મોરબી, વાંકાનેર, રાજકોટથી ફાયરબ્રિગેડની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા.

આ આગથી ફેક્ટરીમાં આગથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જો કે, આગ ક્યાં કારણોસર લાગી તે કારણ હજુ અકબંધ છે.

RELATED ARTICLES

Most Popular