મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા વૃદ્ધને આરોપીઓ સાથે અગાઉ વાડીએ ખરાબામા ટ્રેક્ટર ચલાવવા બાબતે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ વૃદ્ધને લાકડાના ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા રતીલાલ ચતુરભાઈ દંતેસરીયા (ઉ.વ.73) એ તેમના જ ગામના આરોપી આસીફ અલ્લારખાભાઈ સેવંગીયા તથા વસીમ સેવંગીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી પોતાની વાડીએથી ચાલીને પોતાના ઘરે જતા હોય તે વખતે આરોપી આસીફ સાથે અગાઉ વાડીએ ખરાબામા ટ્રેક્ટર ચલાવવા બાબતે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી ફરીયાદીને ગાળો ભુંડા બોલી લાકડાના ધોકા વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




