મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શનાળા જુના ગામમાં ઇન્દિરા વાસ વિસ્તારમાં આરોપી અશ્વિનભાઈ રવજીભાઈ વાઘેલાના રહેણાંકમાં દરોડો પાડી બ્લેન્ડર્સ પ્રાઈડ, બેલેન્ટાઈન સ્કોચ અને જોની વોકર રેડ લેબલ દારૂની 8 બોટલ ઝડપી પાડી હતી.
આ દરોડામાં કુલ રૂ. 23,430નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.




