HomeGujaratહળવદના ખેતરડી ગામ નજીક બોલરોમાંથી 350 લિટર દેશી દારૂ ઝડપાયો

હળવદના ખેતરડી ગામ નજીક બોલરોમાંથી 350 લિટર દેશી દારૂ ઝડપાયો

હળવદ તાલુકાના ખેતરડી ગામ પાસેથી બોલેરો પીકઅપ કારમાંથી રૂ.70 હજારની કિંમતનો 350 લીટર દેશી દારૂ તેમજ પાયલોટીંગ કરનાર મોટર સાયકલ મળી કુલ કિ.રૂ.6.20 લાખના મુદામાલ સાથે ત્રણ આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન બાતમી મળી હતી તેના આધારે હળવદ તાલુકાના ખેતરડી ગામ પાસે જાહેરમાં એક બોલેરો પીકઅપ ગાડીમાંથી 350 લીટર દેશી દારૂ તેમજ પાયલોટીંગ કરનાર મોટર સાયકલ સાથે ત્રણ શખ્સો ખોડાભાઇ ઉર્ફે કે.પી. પ્રેમજીભાઇ ગડેશા રહે ગામ દિઘડીયા તા.હળવદ, અજીતભાઈ બાલાભાઈ થરેશા રહે ગામ કરશનગઢ તા. મુળી જી.સુરેન્દ્રનગર, અનીલભાઇ કરણભાઇ દેકાવાડીયા રહે ગામ ખેતરડી તા.હળવદવાળાને પકડી પાડી દેશી દારૂ કિં રૂ.70 હજાર તથા બોલેરો કાર કિં રૂ.5 લાખ તથા મોટરસાયકલ કિં રૂ.50 હજાર મળી કુલ કિ.રૂ.6.20 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular