HomeGujaratમધ્યપ્રદેશના રાણાપુર પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો 

મધ્યપ્રદેશના રાણાપુર પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો 

મોરબી એલ.સી.બી.ની ટીમે મધ્યપ્રદેશ રાજ્યના જાબુઆ જિલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં નાસતા ફરતા આરોપી શાહીદ નાનકાભાઈ બંડોડ (ઉ.વ.21), રહે. છાપરખાંડા, તા. રાણાપુર, જી. જાબુઆ, એમ.પી.ને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

આરોપી શાહીદ બંડોડ ઢુવા ગામ પાસે આવેલા સનહાર્ટ સિરામિકના કારખાનામાંથી ઝડપાયો છે. પોલીસે તેને પકડી પાડી, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે જાબુઆ જિલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular