Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના વસંત પ્લોટમાં રહેણાંક મકાનમાંથી દારૂની 2 બોટલ ઝડપાઈ

મોરબીના વસંત પ્લોટમાં રહેણાંક મકાનમાંથી દારૂની 2 બોટલ ઝડપાઈ

Advertisement
Advertisement

મોરબીમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના વસંત પ્લોટમાં મહાવીર ફરસાણ નજીક આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક શખ્સને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના નવા ડેલા રોડ અશોક પાન પાસે રહેતા આરોપી હિતેશભાઈ ઉર્ફે મોઢીયો ચંદ્રકાન્તભાઈ ધોળકિયા (ઉ.વ.36) એ મોરબીના વસંત પ્લોટમાં પોતાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી રૂ.2200 ની કિંમતની 2 વિદેશી દારૂની બોટલ સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular