HomeMorbiવાંકાનેરના લાલપરમા 12 વર્ષની બાળકીના આપઘાતથી શ્રમિક પરિવારમાં અરેરાટી

વાંકાનેરના લાલપરમા 12 વર્ષની બાળકીના આપઘાતથી શ્રમિક પરિવારમાં અરેરાટી

આજના આધુનિક યુગમાં સહનશક્તિ ઘટી છે. મોટેરાઓ કે વૃદ્ધ લોકો ચિંતામાં કે અન્ય કોઈ કારણોસર આપઘાત ક૨ી લેતા હોય છે પરંતુ આજની ભાવિ પેઢી કહેવાતા બાળકો પણ હવે આપઘાત કરતા થયા હોવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે.

આવા જ એક બનાવમાં વાંકાનેરના લાલપરમા એક શ્રમિક પરિવારની 12 વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ શાહ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા અમરસિંહભાઈ રાદુભાઈ ડામોરની 12 વર્ષની પુત્રી સંજુબેને કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે બપોરના સમયે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular