હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી સચોટ બાતમીને આધારે હળવદ તાલુકાના સુરવદર ગામની સીમમાં આવેલ આરોપી ધર્મેન્દ્ર કરશનભાઈ ધામેચાની વાડીમાં દરોડો પાડી તપાસ કરતા કપાસના વાવેતરમાં ચાસમાંથી વિદેશી દારૂની 180 મીલી માપની 120 બોટલ કિં.રૂ.20,400, 10 લીટર દેશી દારૂ કિં.રૂ.2 હજાર તેમજ દેશી દારૂ બનાવવાનો 120 લિટર આથો જેની કિં.રૂ.3 હજાર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે ધર્મેન્દ્ર ધામેચાને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.




