Sunday, April 19, 2026
HomeMorbiલુણસર ચોકડી પાસે થયેલી લૂંટના આરોપીને દાગીના અને રોકડ સાથે ગણતરીની કલાકોમાં...

લુણસર ચોકડી પાસે થયેલી લૂંટના આરોપીને દાગીના અને રોકડ સાથે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો

Advertisement
Advertisement

વાંકાનેરની લુણસર ચોકડી પાસે આવેલા ગેરેજમાં શટર ઊંચું કરી અજાણ્યો તસ્કર સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી કરી ગયો હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

વાંકાનેર સીટી પોલીસે આરોપીને ઝડપી લઈને સોનાની વીંટી, ચાંદીની લક્કી અને રોકડ સહીત રૂ.65,691 નો મુદામાલ રીકવર કર્યો છે.

વાંકાનેર લુણસર ચોકડીએ આવેલ તાજ કમાન ગેરેજમાં ચોરીની ફરિયાદ નોંધી વાંકાનેર સીટી પોલીસ ટીમે તપાસ ચલાવી હતી ટીમે હુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજ ચકાસી એક શંકાસ્પદની ઓળખ કરી હતી જે શંકાસ્પદ ઇસમ નર્સરી ચોકડી પાસે કપડાની થેલી લઈને ઉભો હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પરથી આરોપી દશરથ બકાભાઈ સિંધવ/સરાણીયા (ઉ.વ.20) રહે,હાલ નર્સરી ચોકડી પાસે વાંકાનેર મૂળ રહે નવા ઢુવા વાળાને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી ચોરી થયેલ સોનાની વીંટી કીમત રૂ.20,124 એક ચાંદીની લક્કી કીમત રૂ.14,867 અને રોકડ રૂ.30,700 મળીને કુલ રૂ.65,691 નો મુદ્દામાલ રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular