ટંકારા તાલુકાના લજાઈ ગામે વૃદ્ધના દિકરાના માલિકીના પ્લોટમાં ભાડા પર મોબાઈલનો ટાવર ઉભો કરવાનો હોય જેથી બાજુમાં રહેતા આરોપીઓને સારૂ ન લાગતા ભેગા થય ધારીયા ધોકા વડે ભેગા થઈ કહ્યું હતું કે ટાવરનું કામ અમે નહીં થવા દઈએ, જતા રહો નહીંતર ધોકા અને ધારીયાથી મારીને આ જગ્યામાં જ દાટી દઈશું તેવી ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા અને મજરી કરતા આલાભાઈ દલાભાઈ ચાવડા (ઉ.વ.68) એ આરોપી દીનેશભાઇ ભલાભાઇ સારેસા, ભલાભાઇ ગેલાભાઇ સારેસા, રતનબેન ભલાભાઇ સારેસા, શારદાબેન દીનેશભાઇ સારેસા રહે.બધા લજાઇ તા.ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના દિકરા પ્રેમજી આલાભાઇના માલીકીનો લજાઇ ગામમાં ધોબીઘાટની બાજુમાં મિલકત નં-949 નો પ્લોટ આવેલ હોય જેમાં માસિક રૂ.12,500 ના ભાડા પર ઇન્ડસ ટાવર્સ કંપની લીમીટેડ મોબાઇલનો ટાવર ઉભો કરવાનો હોય અને આ પ્લોટની બાજુમાં રહેતા આરોપીઓ પોતાના ઘર પાસે ભેગા થયા હોય અને આરોપીઓએ ફરીયાદી તથા તેના પત્નિ જયાબેનને જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો આપી તેમજ હાથમાં ધોકા લઇને આવી ફરીયાદી તથા ફરીયાદીના પત્નીને “ટાવરનું કામ અમે કરવા દઈશું નહી અહીયાથી જતા રહો તમને આ ધોકા અને ધારીયાથી મારી આ જ જગ્યામાં દાટી દઇશુ. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.




