HomeGujaratશ્રાવણમાં જુગારીઓની મોસમ ખીલી, મોરબીના બોનીપાર્ક મારૂતિ એપાર્ટમેન્ટની છત પર જુગાર રમતી...

શ્રાવણમાં જુગારીઓની મોસમ ખીલી, મોરબીના બોનીપાર્ક મારૂતિ એપાર્ટમેન્ટની છત પર જુગાર રમતી આઠ મહિલા ઝડપાઈ

શ્રવાણ માસની શરૂઆત થતા જ જાણે જુગારીઓને મૌસમ ખીલી હોય તેમ લોકો કામધંધેથી પરવારી જુગાર રમવા બેસી ગયા છે, જેમાં મહિલાઓ પણ પાછળ રહી નથી.

મોરબીના રવાપર બોનીપાર્ક મારૂતિ એપાર્ટમેન્ટની છત પર તીનપત્તીનો જુગાર રમતા આઠ મહિલાઓને રોકડ રૂ.34,300 ના મુદામાલ સાથે સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના રવાપર બોનીપાર્ક મારૂતિ એપાર્ટમેન્ટની છત પર તીનપત્તીનો જુગાર રમતા આઠ મહિલા સંગીતાબેન રમેશભાઇ દેવરાજભાઇ કાસુન્દ્ર (ઉ.વ.30) રહે.મોરબી રવાપર બોનીપાર્ક શેરી નં.7 મારૂતિ એપાર્ટેમેન્ટ બ્લોકનં.104 મુળ રહે.પીઠડ તા.જોડીયા, ભારતીબેન કૈલાશભાઇ ડાંગર (ઉ.વ.42) રહે.મોરબી નવલખી રોડ યમુનાનગર, સોનલબેન સુરેશભાઇ ગોસાઇ (ઉ.વ.37) રહે.મોરબી મહેન્દ્રપરા શેરીનં.13, હીરલબેન વિશાલભાઇ બરાસરા (ઉ.વ.28) રહે.મોરબી આલાપ રોડ રામકો બંગ્લોઝ 103, જયશ્રીબા યુવરાજસિંહ ઝાલા (ઉ.વ.40) રહે.મોરબી વજેપર શેરીનં.1, મીનાબા ધનશ્યામસિંહ વાઘેલા (ઉ.વ.54) રહે.મોરબી સામાકાંઠે અરૂણોદયનગર જૈન દેરાસરની પાછળ, સંગીતાબેન કરશનભાઇ ઠકરાર (ઉ.વ.50) રહે.વાઘરવા દરીયાલાલ મંદીર પાછળ તા.માળીયા(મી), ક્રિમાબેન પ્રભુભાઇ સોલંકી (ઉ.વ.45) રહે. વાવડીરોડ સોમૈયા સોસાયટીની પાછળ નવલખીરોડ રેલ્વે સ્ટેશનની સામે મોરબીવાળાને રોકડ રૂ.34,300 ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular