HomeMorbiટંકારામાં થયેલી ચકચારી લુંટ પ્રકરણમાં વધુ એક આરોપીની અટકાયત

ટંકારામાં થયેલી ચકચારી લુંટ પ્રકરણમાં વધુ એક આરોપીની અટકાયત

ટંકારા નજીક ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં થયેલ લુંટના ગુન્હામાં વધુ એક આરોપીને જામનગરથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

ગઇ તા.21 મેના રોજ નિલેષભાઈ મનસુખભાઈ ભાલોડી રહે. રાજકોટ તથા જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર રહે. રાજકોટ વાળા બન્ને રાજકોટ 150 ફુટ રોડ પર આવેલ ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગળીયા પેઢીના રોકડા રૂપીયા XUV કારમાં લઈને રાજકોટથી મોરબી આવતા હોય તે બલેનો કાર તથા પોલો કારથી આરોપીઓએ પીછો કરી છરી, લાકડાના ધોકા, પાઇપ જેવા હથિયારથી ફરીયાદી પર હુમલો કરી રૂ.90 લાખની રોકડ લૂંટી નાશી ગયેલ હોય જેથી ફરીયાદીએ સાતેક અજાણ્યા તસ્કરો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ હોય.

આ ચકચારી લુંટ પ્રકરણમાં અત્યાર સુધીમાં છ શખ્સો ઝડપાયા હતા, તેમજ અલ્પેશસિંહ ઉર્ફે અલ્પેશ જોગરાણા કનુભા પરમાર રહે.સુરત વાળો નાસતો ફરતો હતો જે આરોપી જામનગર હોવાની બાતમી મળતા જામનગર ખાતે પોલીસ ટીમ સાથે રહેણાંક મકાને ઝડતી કરતા આરોપી અલ્પેશસિંહ ઉર્ફે અલ્પેશ જોગરાણા કનુભા પરમાર (ઉ.વ.24) રહે.સુરત હાલ જામનગર મયુરનગર વાળાની ખરાઈ કરી આરોપી આ ગુન્હાના રોકડ રૂપીયા મુદામાલ સાથે મળી આવતા ટંકારા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્રારા લુંટના ગુનાને અંજામ આપી લાંબા સમયથી નાસતો ફરતો હોય જેને પકડી પાડેલ હોય તેમજ આરોપીના રીમાન્ડ મંજુર થતા અલગ અલગ દીશામા હાલમા તપાસ તજવીજ ચાલુ છે.

RELATED ARTICLES

Most Popular