વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા દેશી દારૂની હેરફેર કરતી કારનો ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલી કાર સાથે 2 શખ્સોને કુલ રૂ. 5.15 લાખ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.
સમગ્ર વિગત અનુસાર, વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી ચેક પોસ્ટ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ પર આવેલ વળાંકમાં હ્યુન્ડાઈ કંપનીની ગ્રે કલરની ક્રેટા કાર પહોંચતા કારને ઉભી રખાવી હતી અને કારની અંદર ચેક કરવા જતા કાર ચાલકે અચાનક પોતાની કારને વધુ સ્પીડમાં ચલાવી નીકળી ગયો. આ દરમિયાન ખાનગી વાહનો વડે કારનો પીછો કરી વાંકાનેર સીટી જકાતનાકા પાસે ક્રેટા કારને રોકી ચેક કરતા તેમાંથી 525 લીટર દેશી દારૂ કી.રૂ.1,05,000ના મુદ્દામાલ તથા રૂ. 4 લાખની કિંમતની ક્રેટા કાર અને રૂ. 10 હજારની કિંમતના 2 વિવો કંપનીના ફોન આમ કુલ 5.15 લાખના મુદ્દામાલ સાથે અલ્પેશભાઈ રમેશભાઈ જીંજરીયા અને રાજુભાઈ જયંતીલાલ કગથરાને પકડી પાડી પ્રોહીબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.




