વાંકાનેરના ફાયરીંગ બટ ખાતે COMMANDANT/CASO, CISF UNIT AIRPORT, RAJKOTને વર્ષ-2025ની વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે આગામી તા. 3 ને રવિવારના રોજ ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ
જેથી રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉત્તરે આવેલા ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં આગામી તા. 3 ને રવિવારના રોજ જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર ગણશે.




