રાજકોટ મોરબી હાઈવે રોડ પર ટંકારાના છતર ગામ પાસે ક્રેટા, કિયા, અને વર્ના કારમાંથી વિદેશી દારૂની 340 બોટલ કિં.રૂ.9,75,602 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ.22,40,602 ના મુદામાલ સાથે ચાર શખ્સોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમિયાન પોલીસ સ્ટાફને સંયુકતમા ખાનગી રાહે મળી હતી કે, બાતમીના આધારે વોચ ગોઠવી રેઇડ કરતા ક્રેટા કાર કી.રૂ.4,50 હજાર વર્ના કાર કી.રૂ.3 લાખ અને કીયા કાર કી.રૂ.5 લાખ વાળીમાં ગેરકાયદે ઇંગ્લીશ દારૂની સ્કોચની નાની મોટી સહિત 340 બોટલો કી.રૂ.9,75,602, 15 હજારની કિંમતના 3 મોબાઇલ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.22,40,602 નો મુદામાલ વેચાણ અર્થે રાખી વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપી બાંકારામ મંગલારામ ભાભુ (ઉ.વ.24) રહે. લોહારવા સઉઓ કા ગોલીયા તા.ધોરીમન્ના જી.બાડમેર (રાજસ્થાન), રામનારાયણ મોબતારામ કાકડ (ઉ.વ.27) રહે. ચૈનપુરા બોગુડો કી ઢાણી તા.ધોરીમન્ના જી.બાડમેર (રાજસ્થાન, અકીલભાઇ ફીરોજભાઇ સીડા (ઉ.વ.32) રહે. જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે નરસીંહ સ્કુલ વિસ્તારમાં તા.જી.જુનાગઢ, પ્રવિણભાઇ કેસરીમલ ગોદારા (ઉ.વ.18) રહે.રોહીલા પશ્ર્ચિમ તા.સેડવા જી.બાડમેર રાજસ્થાનવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય બે શખ્સો કિયા કાર ચાલક તથા અનીલભાઈ રૂગનાથભાઈ જાણી રહે.બાડમેર રાજસ્થાનવાળો સ્થળ પરથી નાસી છુટતા તમાંમ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




