માળીયા (મીં)ની પીપળીયા ચોકડી આગળ રાધે ક્રિષ્ના હોટલ પાછળ ખુલ્લી જગ્યામાં આરોપીઓએ ભેળસેળયુક્ત પેટ્રોલીયમ પ્રવાહીનો બાયોડીઝલનો જથ્થો છે તેમ કહી ટ્રક માલિકોને વેચાણ કરી ટ્રક માલિકો સાથે છેતરપીંડી કરતા ટેન્કર ભરેલ ભેળસેળયુક્ત પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી એલસીબી પોલીસને સંયુક્તમા મળેલ બાતમીના આધારે રેઇડ કરતા માળીયાની પીપળીયા ચોકડી આગળ રાધે ક્રિષ્ના હોટલ પાછળ ખુલ્લી જગ્યામાં આરોપીઓએ ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા ભેળસેળ યુક્ત જ્વલંતશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો બહારથી મંગાવી, પોતાના ટેન્કરમાં ગેરકાયદે વેચાણ કરવાના આશયથી રાખી ટ્રક માલીકોને બાયોડીઝલના નામે જાહેર જગ્યામાં રાખી વેચાણ કરી આ જ્વલંતશીલ પેટ્રોલીયમ પ્રવાહી આગ અથવા સળગી ઉઠે તેવુ સ્ફોટક હોવાનુ જાણવા છતાં બીજાઓની જીંદગી અથવા શારીરીક સલામતી જોખમમાં મુકે તેવુ બેદરકારી ભર્યુ આચરણ કરી ટ્રક માલીકોને આ પેટ્રોલીયમ પ્રવાહિનો બાયોડીઝલ જથ્થો છે તેમ કહી બાયોડીઝલના નામે વેચાણ કરી તેઓ સાથે વિશ્વાસઘાત કરી વેચાણ કરતા હોય તે દરમિયાન રેઇડ કરી પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો ભરેલ ટેન્કર ઝડપી પાડી આરોપીઓ સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી ધર્મેશભાઇ ઉર્ફે હક્કાભાઇ બાબુભાઇ ચાવડા રહે.હાલ મોરબી શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે ખોડીયાર નગર મુળ રહે. કેરાળીગામ તા.જી.મોરબી તથા વિરમભાઇ મઘાભાઇ ખાંભલીયા રહે.જોરવાડા ગામ તા.ભાભર જી.બનાસકાંઠાવાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




