હળવદમાં વાહન ચોરીના આરોપીને મોરબીના જેતપરથી ઝડપી પાડી આરોપી પાસેથી ચાર ચોરીના મોટરસાયકલ હળવદ પોલીસ દ્વારા રીકવર કરવામાં આવ્યા છે.
હળવદ તાલુકા પોલીસને મળેલી બાતમી મુજબ, આરોપી ‘રાજેશભાઇ ઉર્ફે રાજુ અરજણભાઈ પીપળીયા (ઉ.વ.32) રહે. ગામ ખરેડા તા.જી.મોરબી હાલ રહે જેતપર સુનીલભાઈ શાંતીલાલ પટેલની વાડીએ તા.જી. મોરબી વાળાને ચોરીના 1 બાઇક સાથે પકડી તેને વિશ્વાસમાં લઇ આગવી ઢબે પુછપરછ કરતા ચોરીના અન્ય 3 બાઇક કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.




