HomeMorbiHalvadહળવદની મેઈન બજારમાંથી વેપારીનું બાઇક ચોરાયું

હળવદની મેઈન બજારમાંથી વેપારીનું બાઇક ચોરાયું

હળવદ મેઇન બજાર રાજેશ સ્ટોર પાસેથી વેપારીનું મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, હળવદના રાણેકપર રોડ પર આવેલ મહર્ષિ ટાઉનશીપ શેરી નં.6 મા રહેતા અને વેપાર કરતા ભાવેશભાઈ રમેશભાઈ કણેત (ઉ.વ‌.35) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, હળવદ મેઇન બજાર રાજેશ સ્ટોર પાસેથી ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલની કિં.રૂ.20 હજાર વાળુ કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular