મોરબી જીલ્લામાં સાતમ આઠમના તહેવારો પહેલાં મોરબી એલસીબી પોલીસે મોરબીના ઉંચી માંડલ ગામના સ્મશાન પાસે તળાવની પાળ પાસે આવેલી કાંતિભાઈની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની 221 બોટલ કિં.રૂ.77,100 તથા બીયરના 70 ટીન કિં.રૂ.12,600 મળી કુલ કિં.રૂ.89,700 ના મુદ્દામાલ સાથે બે શખ્સોને એલસીબી પોલીસે ઝડપી પાડયા છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી એલસીબી પોલીસને સંયુક્તમાં ખાનગી રાહે મળી હતી તે જગ્યાએ રેઇડ કરી મોરબીના ઉંચી માંડલ ગામના સ્મશાન પાસે તળાવની પાળ પાસે આવેલી કાંતિભાઈની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની 221 બોટલ કિં.રૂ.77,100 તથા બીયરના 70 ટીનની કિં રૂ.12,600 મળી કુલ કિં રૂ.89,700 ના મુદ્દામાલ સાથે બે શખ્સો જોરૂભાઇ અજાભાઇ ભાટીયા (ઉ.વ.36) રહે. ઘુંટુ રામકો તા.જી. મોરબી મુળ રહે.કોંઢ તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર, જગદીશસિંહ ઉમેદસિંહ ચૌહાણ (ઉ.વ.38) રહે. ઘુંટુ રામકો તા.જી.મોરબી મુળ રહે.વલાસણ તા.જી. આણંદવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ જયેશભાઇ બાવાજી રહે. ઘુંટુ રામકો તા.જી. મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે ત્રણે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

