મોરબીના મહેન્દ્રનગર પ્રભુકૃપા એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.104 મા રહેણાંક મકાનમાં જુગાર રમતા આઠ જુગારીઓને રોકડ રકમ રૂ.29,800 ના મુદ્દામાલ સાથે સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે ચંદુભાઇ જગજીવનભાઇ પટેલ રહે મોરબી-મેન્દ્રનગર પ્રભુકૃપા એપાર્ટમેન્ટ ફ્લેટ નં.104 વાળો પોતાના રહેણાંક મકાને તીનપત્તીનો જુગાર રમાડતા હોય જે બાતમીના આધારે રેઇડ કરતા ચંદુભાઇ જગજીવનભાઇ પટેલ રહે મોરબી-મેન્દ્રનગર પ્રભુકૃપા એપાર્ટમેન્ટ ફ્લેટ નં-104, જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુભાઇ ભુપતભાઇ કંણઝારીયા રહે લાલપર પાણીના ટાકા સામે ઢાર ઉપર તા.જી.મોરબી, અજીતભાઇ બચુભાઇ બારોદરા રહે મોરબી 2 કુબેર ટોકીજ પાછળ મેલડી માતજીના મંદીરની બાજુમાં, જયેશભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે .લાલપર ગામ રાધે હોટલની પાસે તા.જી. મોરબી, કિશોરભાઈ રાજાભાઇ પટેલ રહે ઉમા રેસીડન્સી બ્લોક નં બી-12 હળવદ રોડ મોરબી-2, વિજયભાઇ પ્રેમજીભાઇ વાઘેલા રહે મોરબી-2 ત્રાજપર ખારે પંચા માતાના મંદીર પાસે, લીલાધરભાઇ બેચરભાઈ પટેલ રહે પંચાસર રોડ રાજનગર બી-22 મોરબી-1, પ્રહલાદભાઇ રવજીભાઇ પટેલ રહે. ઉમા રેસીડન્સી બ્લોક નં આઇ-4 હળવદ રોડ મોરબી-2 વાળઓને રોકડા રૂ.29,800 ના મુદામાલ સાથે પકડી પાડી જુગારધારા ક.4,5 મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.




