HomeMorbiHalvadહળવદના ખેતરડી ગામે જાહેરમાં જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા 

હળવદના ખેતરડી ગામે જાહેરમાં જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા 

હળવદ તાલુકાના ખેતરડી ગામમા જુગાર રમતા નવ શખ્સોને રોકડ રકમ રૂ. 17,509 ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હતી ત્યારે મળેલી બાતમીના આધારે ખેતરડી ગામે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી નવ શખ્સ બળદેવભાઇ વિરજીભાઈ દેકાવાડીયા, મહેશભાઈ હરજીભાઈ દેકાવાડીયા, શૈલષભાઈ ગનીભાઈ દેકાવાડીયા, મહિપતભાઇ સાદુરભાઇ દેકાવાડીયા, અવચરભાઈ જેસીંગભાઇ દેકાવાડીયા, ટીનાભાઇ ચતુરભાઇ દેકાવાડીયા, દેવજીભાઇ પોપટભાઇ દેકાવાડીયા, હર્ષદભાઇ ચંદુભાઇ બોરાણીયા રહે આઠે શખ્સો ગામ ખેતરડી તા.હળવદ તથા લાખુભાઇ ઉર્ફે લાખાભાઈ ધીરૂભાઇ ડુમાણીયા રહે, ગામ ભેટ તા.મુળી જી.સુરેન્દ્રનગરવાળાને રોકડ રકમ રૂ.17,500 ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.

RELATED ARTICLES

Most Popular