HomeGujaratમોરબીની ભીમસર ચોકડીએ સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 2 શખ્સ ઝડપાયા 

મોરબીની ભીમસર ચોકડીએ સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 2 શખ્સ ઝડપાયા 

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ભીમસર ચોકમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને ઝડપી લઈને જુગારની રોકડ રકમ જપ્ત કરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીને આધારે ભીમસર ચોકમાં રેડ કરી હતી જે દરમિયાન સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ભરત જીકાભાઈ અઘારા અને ગોપાલ જીવણભાઈ પંસારાને ઝડપી લઈને રૂ.3,250 ની રોકડ જપ્ત કરી છે.

RELATED ARTICLES

Most Popular