મોરબીના સામાકાંઠે ભડિયાદ રોડ પરના મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા મહિલાઓ સહીત 10 પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રૂ.21,600 ની રોકડ રકમ જપ્ત કરી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભડિયાદ રોડ સાયન્સ કોલેજ પાસે રહેતો કિશોર વાઘાણી બહારથી માણસો બોલાવી ઘરમાં જુગાર રમવાના સાધનો પુરા પાડતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા કિશોર બાબુભાઈ ઉર્ફે બાલાભાઈ વાઘાણી, વિજય રાજેશભાઈ પરમાર,જયેશ જગદીશભાઈ પીપડીયા, હાર્દિક જગદીશભાઈ સવાડીયા, પ્રીતીબેન અનિલભાઈ જંજવાડિયા, જ્યોતિબેન મુન્નાભાઈ ડોડીયા, મંજુલાબેન મોહનભાઈ રાઠોડ, દમૈનીબેન અક્ષરાજ ધવેશા, નીમુબેન મહેશભાઈ જંજવાડિયા અને રંજનબેન રાજેશભાઈ પરમાર એમ 10 ને ઝડપી લઈને રોકડ રૂ.21,600 જપ્ત કરી જુગારધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.




