Tuesday, May 5, 2026
HomeGujaratખરેડા ગામના આધેડ ભૂખ્યા પેટે દવા ખાઇ લેતા ટૂંકી સારવારમાં જ મોતને...

ખરેડા ગામના આધેડ ભૂખ્યા પેટે દવા ખાઇ લેતા ટૂંકી સારવારમાં જ મોતને ભેટ્યા

Advertisement
Advertisement

હવે લોકોના સ્વાસ્થ્ય એટલા બધા બગડી રહ્યા છે કે એક ઉંમર થતા લોકોને બાકીની ઝીંદગી તો જાણે દવાના સહારે જ કાપવી પડે છે પરંતુ આ કળિયુગમાં મોત ક્યારે કોનો દરવાજો ખખડાવી દેશે એ કહેવું ખૂબ મુશ્કેલ છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે મોરબીમાં, જ્યાં દવા લેવાથી જીવ બચ્યો નથી પરંતુ જીવ ગુમાવ્યો છે.

ખરેડા ગામે રહેતા 42 વર્ષીય આધેડે ભૂખ્યા પેટે દવાઓ લેતા હોવાથી વોમિટીંગ થતા અર્ધ બેભાન અવસ્થામાં આધેડને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

મોરબીના ખરેડા ગામના રહેવાસી સુરેશભાઈ છગનભાઈ બજાણીયા (ઉ.વ.42) નામના આધેડ છ સાત દિવસથી બીમાર હતા અને ભૂખ્યા પેટે દવા લેતા હતા. તે સમયસર જમતા ન હોવાથી એકદમ વોમિટો થવા લાગતા અર્ધબેભાન અવસ્થામાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular