Wednesday, May 6, 2026
HomeGujaratઆવતીકાલે મોરબીમાં મેન્ટેન્સની કામગીરી અન્વયે કાલીકા પ્લોટ ફીડરમાં વીજકાપ

આવતીકાલે મોરબીમાં મેન્ટેન્સની કામગીરી અન્વયે કાલીકા પ્લોટ ફીડરમાં વીજકાપ

Advertisement
Advertisement

મોરબીમાં તા.6 ને બુધવારના રોજ PGVCL ના પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી કાલીકા પ્લોટ ફીડર સવારે 7.30 થી બપોરના 3.30 વાગ્યા સુધી નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી તેમજ મેન્ટેનસના કામ માટે બંધ રહેશે.

જેમાં શ્યામ પાર્ક, હીરાસરીના માર્ગ વાળો વિસ્તાર, માર્કેટીંગ યાર્ડ, સુભાષ નગર, નરસંગ ટેકરી મંદિરની આજુબાજુનો વિસ્તાર, શ્રીરામ સોસાયટી, અમૃતનગર, અનુપમ સોસાયટી, ગૌતમ સોસાયટી, ગોકુલનગર, નિલકંઠ સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, ગાયત્રીનગર, હરીહર નગર, કુંજ ગલી, રામેશ્વર સોસાયટી, વિજયનગર, યોગેશ્વર નગર, યદુનંદન 12, 13, 14, 15 વિવેકાનંદ નગર, જયરાજ પાર્ક, વ્રજ વાટીકા, એવન્યુ પાર્ક તેમજ રવાપર રોડ વિસ્તારની સોસાયટી સહિતના વિસ્તારમાં વીજકાપ રહેશે.

મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તા.6 ને બુધવારના રોજ 66 કેવી રંગપર-2 સબ સ્ટેશનમાં મેઇન્ટનન્સની કામગીરી હોવાથી કેરાળા જેજીવાય, રાજા, એરિકોન, એલિક્સ, શાઇન, લેમિના, વેલજોન બધા ઇન્ડ. ફીડર સવારે 8 થી

સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે.

આ ફીડરમાં આવતા હરીપર, કેરાળા ગામ તેમજ સદર ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણમાં વીજ પુરવઠો બંધ રહેશે.

તેમજ કામગીરી પૂર્ણ કોઈ જાણ કર્યા વગર જ વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular