Sunday, April 19, 2026
HomeMorbiટંકારાના લજાઈ ગામે જાહેરમાં જુગાર રમતા 10 પત્તાપ્રેમી ઝડપાયા 

ટંકારાના લજાઈ ગામે જાહેરમાં જુગાર રમતા 10 પત્તાપ્રેમી ઝડપાયા 

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના વિરપર ગામે તથા લજાઇ ગામે ભરડીયા રોડ પર જાહેરમાં જુગાર રમતા 10 આરોપીઓને રોકડા રૂ.41,600 ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

ટંકારા પોલીસને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળી હતી કે, વીરપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ગોળકુંડાળુ કરી અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેઇડ કરી આરોપી રવીભાઇ મગનભાઇ સીપરા (ઉ.વ.35), સતીષભાઇ ચંદુલાલ મેણીયા (ઉ.વ.25), સાગરભાઇ રાજેશભાઈ બાવરવા (ઉ.વ.19) રહે. ત્રણે વીરપર ગામતા.ટંકારા વાળાને રોકડ રૂ.10,600 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે તેમજ લજાઇ ગામથી ભરડીયા રોડ પર જતા બજરંગ પોલીમર્સ કારખાનાની બાજુમાં આવેલ વાડીની ઓરડીની બહાર ઇલેકટ્રીક લાઇટના અંજવાળે જાહેરમાં ગોળકુંડાળુ કરી અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેઇડ કરી આરોપી ચીમનભાઈ ચંદુભાઈ ભાભોર (ઉ.વ.45) રહે. સેજાવાડા તા.ભાભર જી.અલીરાજપુર (એમ.પી.), સુરસિંહ ભનાભાઈ છપનીયા (ઉ.વ.35) રહે. મુળ ગામ કુસુમ્બા તા.કઠીવાળા જી.અલીરાજપુર (એમ.પી.), કેવલભાઈ નાનસિંહ મેડા (ઉ.વ.36) રહે. મુળ ગામ કોરીયાપર ઘાટી ફળીયા તા.ભાભરા જી.અલીરાજપુર (એમ.પી.), નિલેશભાઇ રમેશભાઈ ભુરીયા (ઉ.વ.36) રહે. મુળ ગામ નવાનગર પાનીવડીયા ફળીયુ તા. ધાનપુર જી.દાહોદ, ઇન્દ્રભાઇ બસુભાઇ બીલવાલ (ઉ.વ.25) રહે. મુળ ગામ મોરગા મીમા ફળીયુ તા.કઠીવાળા જી.અલીરાજપુર (એમ.પી.), કેરલાભાઇ રેમલીયાભાઇ મેડા (ઉ.વ.27) રહે. મુળ ગામ મંડાળ માપીદાળ ફળીયુ તા.કઠીવાળા જી.અલીરાજપુર (એમ.પી.), દિનેશભાઇ બસુભાઇ સીંગાડ (ઉ.વ.28) રહે. મુળ ગામ સનોળ જયોતીયા ફળીયુ તા.રાણાપુર જી.જાબવા (એમ.પી.) વાળને રોકડ રૂ.31, હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ શખ્સો વિરુદ્ધ જુગાર ધારા કલમ-12 મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular