મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર શેરી નં.2 અને 3 વચ્ચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત મહિલાઓને રોકડ રૂ.2300 ના મુદામાલ સાથે સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે.
જુગારના દરોડા અંગે મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના વાવડી રોડ પર આવેલા ગાયત્રીનગર શેરી નં.2 અને 3 વચ્ચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી સાત મહિલા ઈલાબેન ભરતભાઇ વ્યાસ (ઉ.વ.60) રહે.કુબેરનગર-4, વાવડી રોડ, નિપાબેન તુષારભાઇ ગોહેલ (ઉવ.28) રહે. ગાયત્રીનગર શેરી, તેજલબેન બેચરભાઇ રાઠોડ (ઉ.વ.21) રહે. કારીયા સોસાયટી, વાવડી રોડ, શ્વેતાબેન ત્રીલોકભાઇ વ્યાસ (ઉ.વ.61) રહે.ગાયત્રી નગર શેરી, શિલતબા પદુભા ગોહીલ (ઉ.વ.31) રહે.ગાયત્રી નગર શેરી, ખુશીબેન અર્જુનભાઇ ચૌહાણ (ઉવ.29) રહે ગાયત્રી નગર શેરી, ગીતાબેન ઘનશ્યામભાઇ ગોહેલ (ઉ.વ.50) રહે. ગાયત્રી નગર શેરી, મોરબીવાળાને રોકડ રકમ રૂ.2300 ના મુદામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

