માળિયાના મોટા દહિંસરા ગામે અશોકલાલ હરીદાસ લાલ તથા જીતેન્દ્ર હરીદાસ લાલએ કોલસાના સ્ટોરેજ માટે યાર્ડ બનાવ્યું છે. જે અનેક લોકો માટે નુકસાનકર્તા છે.
આ અંગે વિગતે જોઈએ તો, શ્રીજી શીપીંગ દ્વારા મોટા દહીસરા ગામે બનાવેલ કોલ્ડ સ્ટોરેજ પાર્કમાં આ કોલસાની રજ કણોથી ખેતીને તેમજ માનવજાતને ખુબજ મોટુ નુકસાન થાય છે જેથી આ કોલ્ડ સ્ટોરેજને બંધ કરાવવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના મુખ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
આ ઉપરાંત, કોલસાના સ્ટોરેજની પરમિશન આપી હોય તો તાત્કાલીક ધોરણે કેન્સલ કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ કોલસાના સ્ટોરેજથી ખીરસરા, મોટાદહિંસરા, વિવેકાનંદ નગર, ક્રિષ્નાનગર, વર્ષામેડી સહિતના ગામોની ખેતીમાં ખુબ જ મોટું નુકસાન થાય છે, જો આ અટકાવવામાં નહીં આવે તો સમય જતા જમીન બંજર બની જશે. તો આ કોલસાનું સ્ટોરેજ તાત્કાલીક બંધ કરાવવાની માંગણી સાથે માળિયા મહિલા શક્તિ સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.




