હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં રાજુભાઇ રણછોડભાઈ દલવાડીની વાડીએથી કોઈ અજાણ્યો ચોર બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં રાજુભાઇ રણછોડભાઈ દલવાડીની વાડીએ રહેતા અને ખેત મજુરી કરતા શંકરભાઈ પોતીયાભાઈ જમોરા (ઉ.વ.30) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમનું બાઇક જેની કિં.રૂ.30 હજાર થાય છે તે કોઈ અજાણ્યો ચોર ઉઠાવી ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




