ટંકારા તાલુકાના હડમતીયા પાલનપીર નજીક માખણના કારખાનાના વળાંક પાસે યુવક ચાલુ બાઈક પર હતો ત્યારે બે શખ્સો પાછળથી મોટરસાયકલ લઇને આવી યુવકને તિક્ષ્ણ હથિયારથી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના કોઠારીયા (જડેશ્વર) રહેતા હરસુખભાઈ જીવણભાઈ સારલા (ઉ.વ.28) એ આરોપી બાઈક પર સવાર બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓએ ચાલુ મોટરસાયકલ એ અચાનક પાછળથી ડબલ સવારી આવી મોટરસાયકલમા પાછળ બેસેલ આરોપીએ ફરીયાદીને જમણી સાઇડના પડખામાં તિક્ષ્ણ હથીયારથી વાર કરી ફરીયાદીને ગંભીર ઇજા પહોચાડી મોટરસાયકલ લઈને નાસી ગયા હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




