HomeMorbiમોરબીના મીતાણા ગામે કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી અકસ્માત સર્જ્યો, એકનું મોત

મોરબીના મીતાણા ગામે કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી અકસ્માત સર્જ્યો, એકનું મોત

રાજકોટ મોરબી હાઈવે રોડ પર મીતાણા ગામે મેલડી માતાજીના મંદિર નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર ટપી સામેની સાઈડ બીજી કાર સાથે અથડાઈ અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકનું મોત નિપજ્યું હતું.

આ બનાવ બાદ મૃતકના ભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, ટંકારા ગાયત્રીનગર સોસાયટી ઉગમણા નાકા બહાર ગાયત્રી સ્કૂલની સામેની શેરીમાં રહેતા નિલેશભાઈ શામજીભાઈ ભાલોડીયા (ઉ.વ.44) એ આરોપીએ કાર પુરઝડપે ચલાવતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી રોડનુ ડીવાઇડર ટપાડી રોડની સામેની બાજુએ ફરીયાદીના ભાઇ દેવેન્દ્રભાઇ શામજીભાઇ ભાલોડીયા (ઉ.વ.35) સાથે અકસ્માત કરી ફરીયાદીના ભાઇને માથામા તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી કાર મુકી નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular