Tuesday, May 5, 2026
HomeMorbiHalvadહળવદમાં નજીવી બાબતે યુવક સહિત ત્રણ વ્યક્તિને ચાર લોકોએ ધોકાવ્યા 

હળવદમાં નજીવી બાબતે યુવક સહિત ત્રણ વ્યક્તિને ચાર લોકોએ ધોકાવ્યા 

Advertisement
Advertisement

હળવદમાં ‘પતિ, પત્ની ઔર વો’ ના કિસ્સામાં ત્રણ વ્યક્તિને ચાર લોકોએ ધોકા વડે શીખવી નાખ્યા હતા. હળવદમાં રહેતા એક યુવકની પત્ની તથા એક શખ્સ મેસેજમાં વાતચીત કરતા હતા જેથી યુવકે શખ્સને વાતચીત ન કરવા કહ્યું હતું. જેથી એ શખ્સનું ઉપરાણું લઈને આરોપીઓએ યુવક સહિત ત્રણ વ્યકિતને ધોકા વડે માર માર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ, હળવદ શહેરમાં જી.આઇ.ડી.સી. બાલાજી કારખાના પાછળ રહેતા કરણભાઈ બળદેવભાઈ સડલીયાએ આરોપી સહદેવભાઈ મુનાભાઈ કોળી, રામો કોળી (રહે. બંને હળવદ ભવાનીનગર ઢોરે) તથા ભાવેશભાઈ લાલદાસભાઈ સાધુ તથા હગો કોળી (રહે. હરિદર્શન સોસાયટી) વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરિયાદીના પત્ની તથા રોહન રાવળદેવ બંને વોટસએપ મેસેજમાં વાતચીત કરતા હોય જે બાબતે ફરીયાદીએ રોહનને વાતચીત નહીં કરવા બાબતે કહ્યું હતું. જેથી રોહનનું ઉપરાણું લઈને આરોપીઓએ ફરીયાદી તથા તેમના સાથીઓને જેમ ફાવે તેમ અપશબ્દ કહ્યા હતા તેમજ સાથી નિકુલ ઉર્ફે અર્જુનને તેમજ મનસુખભાઈને લાકડાના ધોકા વતી ઘા મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular