HomeMorbiMaliya Miyanaમાળીયા મિયાણાના વવાણીયા ગામે તળાવમાં ડૂબી જતા 19 વર્ષીય યુવાનનું મોત

માળીયા મિયાણાના વવાણીયા ગામે તળાવમાં ડૂબી જતા 19 વર્ષીય યુવાનનું મોત

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા કુલદીપભાઈ વિઠ્ઠલભાઈ ખીમાણીયા (ઉં. 19) ગત તા.21ના રોજ મંદિરનો સામાન ધોવા માટે તળાવ કાંઠે ગયા હતા. આ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી અને પગ લપસી જતા તેઓ તળાવમાં પડી ગયા હતા. તળાવમાં ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. યુવાનનું આ રીતે અચાનક મોત થતા વવાણીયા ગામ સહિત સમગ્ર વિસ્તારમા શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધ્યો છે અને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી પરિવારના સભ્યો અને ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

RELATED ARTICLES

Most Popular