HomeMorbiHalvadહળવદ નજીક ટ્રક અકસ્માતમાં પગપાળા ચાલતા યાત્રીનું મોત, એક ઇજાગ્રસ્ત

હળવદ નજીક ટ્રક અકસ્માતમાં પગપાળા ચાલતા યાત્રીનું મોત, એક ઇજાગ્રસ્ત

હળવદ તાલુકાના સુખપર ગામે રામદેવ હોટલથી આગળ હળવદ–ધ્રાંગધ્રા હાઇવે પર એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક પગપાળા ચાલતા યાત્રીનું મોત નીપજ્યું હતું તો એકને ઇજા પહોંચી હતી.

મળતી વિગતો મુજબ, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની તથા હાલ મોરબીમાં રહેતા ઘનશ્યામભાઈ પોપટભાઈ વિરમગામા (ઉં. 47) પોતાના મોટાભાઈ રાણાભાઈ સાથે પગપાળા જઇ રહ્યા હતા. તે દરમિયાન એક ટ્રક (નંબર GJ-12-BV-5134) ના ચાલકે બેદરકારીપૂર્વક અને પુરઝડપે વાહન હંકારતા બંનેને પાછળથી ટક્કર મારી હતી.

અકસ્માતમાં ઘનશ્યામભાઈને હાથ, પગ, ગાલ અને માથામાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેમના મોટાભાઈ રાણાભાઈને માથામાં ગંભીર ઈજા થતાં તેમનું મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઇને નાસી ગયો હતો.

ઘટનાની ફરિયાદના આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular