Sunday, April 19, 2026
HomeMorbiમોરબીના ટંકારા લતીપર રોડ પર ગેંટ્રી ગર્ડરને નુકસાન પહોંચાડતા ટ્રક ચાલક વિરુદ્ધ...

મોરબીના ટંકારા લતીપર રોડ પર ગેંટ્રી ગર્ડરને નુકસાન પહોંચાડતા ટ્રક ચાલક વિરુદ્ધ નોંધાયો ગુન્હો

Advertisement
Advertisement

મોરબી જિલ્લાના ટંકારા લતીપર હાઈવે પર આવેલ આજી નદીના બ્રીજ પાસે એક ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારતા સરકારી ગેંટ્રી ગર્ડરને નુકસાન પહોંચાડ્યું છે. આ બનાવને પગલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, મોરબી માર્ગ અને મકાન વિભાગના ઇજનેર રાહુલભાઈ રાજેશભાઈ લખતરીયા (ઉં. ૩૮) એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી સમીમ મુસ્તાકભાઈ ખાન (ઉં. ૨૩, મૂળ નિવાસી રાજસ્થાન) પોતાના હવાલાવાળા ટાટા કંપનીના ટ્રક નંબર HR-46-F-3178 ને પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી રહ્યો હતો.

આ દરમિયાન ટ્રક બ્રીજની બાજુમાં ઉભેલા સરકારી ગેંટ્રી ગર્ડર સાથે અથડાતા ગર્ડર તૂટી ગયું હતું. આ ઘટના કારણે આશરે રૂ. ૧૫,૦૦૦ નું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ ટ્રક ચાલકે જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાનો પણ ભંગ કર્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરીયાદને આધારે ટંકારા પોલીસએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular