માળીયા મીયાણા તાલુકાના વેણાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે આવેલા નવા પ્લોટની બાજુમાં આવેલા વાડામાં ઉકરડામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. માળીયા પોલીસે દરોડો પાડી ત્યાંથી કુલ 22 બોટલ વિદેશી દારૂ, કિંમત આશરે રૂ. 24,200 જેટલો મુદામાલ કબજે કરી એક ઈસમને ઝડપી પાડયો છે, જ્યારે બીજો શખ્સ ફરાર થઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન શંકાસ્પદ હલચલ જણાતા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે હીરાભાઇ રમેશભાઈ લોલાડીયા (ઉં. 25, રહે. વેણાસર)ને દારૂના જથ્થા સાથે પકડી પાડયા હતા. પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે, આ ગેરકાયદેસર દારૂનો સંબંધ છગનભાઇ હિન્દુભાઈ વરૂ (રહે. વેણાસર, તા. માળીયા) સાથે પણ છે, જે હાલ ફરાર છે. પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે અને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.




