HomeMorbiHalvadહળવદમાં ત્રણ સગા ભાઈઓ કારમાં નશો કરેલી હાલતમાં ઝડપાયા, પોલીસે ટીચર્સ સ્કોચની...

હળવદમાં ત્રણ સગા ભાઈઓ કારમાં નશો કરેલી હાલતમાં ઝડપાયા, પોલીસે ટીચર્સ સ્કોચની બોટલ સહિત કાર કબ્જે કરી

હળવદ શહેર પોલીસએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આગમન પાર્ટી પ્લોટ નજીકથી એક કારમાં નશો કરેલા હાલતમાં ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી અર્ધ ભરેલી ટીચર્સ સ્કોચ દારૂની બોટલ તેમજ અંદાજે ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર કબ્જે લીધી હતી.

મળતી વિગતો અનુસાર, પોલીસે જીજે-36-એફ-0336 નંબરની કારને શંકાસ્પદ માનતા અટકાવી તલાશી લેતા, કારમાં બેઠેલા આરોપી ચિંતન જિતેન્દ્રકુમાર રાવલ, ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી અને પંકજ ચમનભાઈ ગોઠી (ત્રણેય હળવદના રહેવાસી) નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા.

કારની તપાસ દરમ્યાન પોલીસે 300 મીલી દારૂ ભરેલી ટીચર્સ સ્કોચની બોટલ પણ શોધી કાઢી. આથી પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો તેમજ કાર અને દારૂની બોટલ સહિત કુલ રૂ. 3,00,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

RELATED ARTICLES

Most Popular