Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીના લીલાપર રોડ પર સગીરાનું મોત, પોલીસ દ્વારા તપાસ શરૂ

મોરબીના લીલાપર રોડ પર સગીરાનું મોત, પોલીસ દ્વારા તપાસ શરૂ

Advertisement
Advertisement

મોરબીના લીલાપર રોડ પર સ્થિત ન્યુ વરીયા પ્રજાપતિ નળીયા કારખાનાની ઓરડીમાં રહેનારી 16 વર્ષીય સગીરાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને હાલ મોરબીમાં વસવાટ કરતા એક ભાઈની દીકરીનો મૃતદેહ રૂમમાંથી મળી આવ્યો હતો.

આ અંગેની જાણ થતાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આ બનાવને શંકાસ્પદ ગણી આગળની તપાસ ચાલુ રાખી છે. પરિવાર અને નજીકના લોકોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular