HomeMorbiHalvadહળવદના માથક ગામે સાસરીયાના માનસિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ આત્મહત્યા કરી, ચાર સામે...

હળવદના માથક ગામે સાસરીયાના માનસિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ આત્મહત્યા કરી, ચાર સામે ગુનો દાખલ

હળવદ તાલુકાના માથક ગામે પરણિતાએ સાસરીયા પક્ષ દ્વારા સતત શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ મળતા આત્મહત્યા કર્યાનું બહાર આવ્યું છે. આ સંદર્ભે મૃતકના ભાઈએ ચાર આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, મેરૂપર ગામના રહેવાસી ઇન્દ્રજીતભાઈ પથુભાઈ ખેરે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમની બહેન નીતાબેન અરજણભાઈ ચાવડાને લગ્ન બાદથી પતિ અરજણભાઇ દેવુભા ચાવડા, દવર ઉપેન્દ્ર અરજણભાઇ ચાવડા, સાસુ ધનુબેન દેવુભા ચાવડા (બધા રહેવાસી માથક) અને નણંદ વસંતબેન ઝાલાભાઇ ચાવડા (હાલ હળવદ, મૂળ માથક) તરફથી સતત ચડામણી અને દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો.

આરોપ મુજબ ચારેય આરોપીઓએ પરણિતાને આવા ત્રાસથી મરણ માટે દૂષ્પ્રેરિત કરી મજબૂર કર્યા હતા. હળવદ પોલીસે ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 108, 85 અને 54 હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular