Wednesday, May 6, 2026
HomeMorbiHalvadહળવદના ત્રણ ગામની સરકારી જમીન કૌભાંડનો પર્દાફાશ, નકલી દસ્તાવેજો બનાવી જમીન હડપનારા...

હળવદના ત્રણ ગામની સરકારી જમીન કૌભાંડનો પર્દાફાશ, નકલી દસ્તાવેજો બનાવી જમીન હડપનારા 9 શખ્સો સામે ગુનો દાખલ

Advertisement
Advertisement

હળવદ તાલુકામાં સરકારની જમીન કબજામાં લેવાના આયોજનબદ્ધ કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામની સરકારી રેવન્યુ સર્વે નંબર ધરાવતી જમીનોને બનાવટી દસ્તાવેજો દ્વારા ખાનગી નામે દાખલ કરવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લચંદ્ર ભટ્ટે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી અરજી મુજબ, આરોપીઓએ ખોટા દસ્તાવેજો, નકલી સીલ-સ્ટેમ્પ અને સત્તાધિકારીઓની નકલી સહીનો ઉપયોગ કરી સરકારી જમીનોને પોતાના કબજામાં લઈ બનાવવા પ્રયાસ કર્યો હતો.

આ કેસમાં રમેશભાઈ બબાભાઈ કોળી, છગનભાઈ નાગજીભાઈ ધારીયા, બીજલભાઈ અમરશીભાઈ કોળી, દલાભાઈ રણછોડભાઈ ડાભી, દિનેશભાઈ હમીરભાઈ વનાણી, રાઠોડ માવજીભાઈ ટાભાભાઈ, જશુબેન બાબુભાઈ ધરમશીભાઈ કોળી, મંજુબેન રત્નાભાઈ કોળી, હમીરભાઈ વજુભાઈ વનાણી સહિતના આરોપીઓ સામે ગુન્હો દાખલ થયો છે

આરોપીઓએ જમીન કબ્જે કરવા માટે ખોટા હુકમો કાઢી સરકારની કચેરીમાં એન્ટ્રી કરાવવાનો પણ આરોપ છે. પોલીસે આ કેસમાં ભારતીય દંડ સંહિતા કલમ 465, 467, 468, 471, 472, 120(બી) અને 34 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular