માળીયા મિયાણા વિસ્તારના વેજલપર ગામ ખાતે મળેલી ચોક્કસ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ દ્વારા નવા પ્લોટમાં કોળીવાસ શેરી પાસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા 11 જેટલા ઇસમોને રંગેહાથ દબોચી લેવામાં આવ્યા હતા.
પોલીસ ઇન્સ્પેક્ટર, માળીયા મિયાણા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કરાયેલી આ રેઇડ દરમિયાન કુલ રૂ. 30,300ની રોકડ રકમ કબ્જે કરવામાં આવી હતી. જાહેર સ્થળે જુગાર રમતા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓમાં સહુલભાઈ રામજીભાઈ ઝીંઝુવાડીયા, મનસુખભાઈ કારૂભાઈ ઝીંઝુવાડીયા, વિક્રમભાઇ સુંદરજીભાઈ સુરેલા, ગૌતમભાઇ રમેશભાઈ દેગામાં, હિતેશભાઇ ગોવિંદભાઈ સાંંતલપરા, મનહરભાઈ ખોડાભાઈ દેગામાં, વિજયભાઇ ગીરધનભાઈ ઝીંઝુવાડીયા, વિનોદભાઇ લાલજીભાઈ ઝીંઝુવાડીયા, ધર્મેશભાઈ દશરથભાઈ ઝીંઝુવાડીયા, હિતેશભાઈ ગણપતભાઈ ઝીંઝુવાડીયા, ધનજીભાઈ નાનજીભાઈ ઝીંઝુવાડીયા પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે.




