મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રીના સમયે હાઇવે રોડ તથા કારખાનાઓ પાસે પાર્ક કરેલા ટ્રક-ટ્રેલરમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીનો મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પર્દાફાશ કર્યો છે. બે આરોપીઓને સ્વિફ્ટ કાર તથા સાધનો સહિત રૂ. 3 લાખથી વધુના મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે.
તા. 25 ઓક્ટોબરના રોજ લખધીરપુર રોડ પર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે પાર્ક કરેલ ટ્રકની ડીઝલ ટાંકીનો લોક તોડી આશરે 140 લીટર ડીઝલ ચોરી કરવામાં આવ્યું હતું. આ મામલે ગુ.ર.નં. 2465/2025 નોંધાયો હતો.
ચોક્કસ બાતમી આધારે મોરબી જૂના ઘુંટુ રોડ નજીક સ્મશાન પાસે સ્વિફ્ટ કારમાં બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા. પૂછપરછમાં તેઓએ ડીઝલ ચોરી કબૂલ કરી હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.
પકડાયેલા આરોપીઓમાં હરેશભાઇ વિનોદભાઇ બાલસાણીયા (નાળીયા), ઉ. 21, રહે. હળવદ, જીજ્ઞેશભાઇ ઉર્ફે જુગો ભરતભાઇ ખેર, ઉ. 26, રહે. મેરૂપરનો સમાવેશ થાય છે તેમજ બાકી રહેલા આરોપીઓમાં વિપુલ રેવર, રહે. સોલડી, અમિતભાઇ ઠાકોર, રહે. કવાડીયાનો સમાવેશ થાય છે. આરોપીઓને સ્વિફ્ટ કાર, ખાલી કેરબા તથા પાઇપો કિંમત રૂ. 3,00,450 સહિત ઝડપી પાડવામાં આવ્યા છે.




