HomeGujaratમોરબીમાં 24 દિવસ જૂના અકસ્માત મામલે મૃતકના પિતાએ નોંધાવી ફરિયાદ

મોરબીમાં 24 દિવસ જૂના અકસ્માત મામલે મૃતકના પિતાએ નોંધાવી ફરિયાદ

મોરબી તાલુકાના આમરણ ગામથી ફાટસર ગામ જવાના રસ્તે 18 ઓક્ટોબરના રોજ બનેલા અકસ્માતમાં એક બાઈક સવારનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ જીજે-10-ડબ્લ્યુ-4202 નંબરની છકડો રિક્ષાના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી જીજે-10-ડીએલ-5991 નંબરના બાઈકચાલક મુબારકભાઈ અસગરભાઈ સેડાત (રહે. જોડિયા, જી. જામનગર) ને હડફેટે લીધો હતો.

આ અકસ્માતમાં મુબારકભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ છકડો રિક્ષા ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાના 24 દિવસ બાદ મૃતકના પિતા અસગરભાઈ સેડાતે આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

Most Popular