Wednesday, May 6, 2026
HomeMorbiHalvadહળવદના યુવકે ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથે ફોટો પોસ્ટ કર્યે ચકચાર, બે શખ્સની...

હળવદના યુવકે ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથે ફોટો પોસ્ટ કર્યે ચકચાર, બે શખ્સની ધરપકડ

Advertisement
Advertisement

મોરબી એસઓજી પોલીસ ટીમે હળવદ તાલુકાના ભલગામડા ગામના યુવક અને હથિયારના પરવાનેદાર વ્યક્તિ સહિત બે વ્યક્તિઓને ઝડપ્યા છે. યુવકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હથિયાર સાથેના ફોટા અપલોડ કરી સમાજમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, મોરબી એસઓજીને ઇન્સ્ટાગ્રામ આઈડી ‘deshi_boy_baval’ પરથી હથિયાર સાથેના ફોટા અને વિડિયો પોસ્ટ થવાની માહિતી મળતાં તપાસ હાથ ધરાઈ હતી. ખાનગી બાતમીના આધારે એસઓજી ટીમે આ એકાઉન્ટ સંચાલકની ઓળખ કરી અને હળવદ તાલુકાના ભલગામડા ગામની પલાસણ ચોકડી પાસે થી તેને ઝડપી લીધો હતો.

પકડાયેલ યુવક બાવલભાઇ વિઠ્ઠલભાઇ દેત્રોજા (ઉ. 22, રહે. ભલગામડા, તા. હળવદ) એ બે વર્ષ પહેલા પોતાના સંબંધી છેલાભાઇ મનજીભાઇ ઉઘરેજા (ઉ. 57, રહે. ભલગામડા, તા. હળવદ)ના લાઇસન્સવાળા સિંગલ બેરલ મઝલ લોડ હથિયાર સાથે ફોટો પાડી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.

આ કૃત્યથી સમાજમાં ભય ફેલાય તેવી શક્યતા હોવાને કારણે એસઓજી પોલીસે હથિયાર કિં.રૂ. 10,000 અને વીવો કંપનીનો મોબાઇલ ફોન કિં.રૂ. 5,000, એમ કુલ રૂ. 15,000નો મુદ્દામાલ કબજે કરી બન્ને આરોપીઓને હળવદ પોલીસ મથક હવાલે કર્યા હતા. હાલ હળવદ પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ આગળની તપાસ ચાલુ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular