Sunday, April 19, 2026
HomeMorbiટંકારાના લજાઈ-નસીતપર રોડ પર કારખાનામાં રમતા દોઢ વર્ષના માસૂમને લોખંડનો દરવાજો વાગતા...

ટંકારાના લજાઈ-નસીતપર રોડ પર કારખાનામાં રમતા દોઢ વર્ષના માસૂમને લોખંડનો દરવાજો વાગતા ગંભીર ઈજા બાદ મોત

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના લજાઈ-નસીતપર રોડ પર આવેલા મારૂતિ પ્લાસ્ટિક કારખાનામાં રમતા દોઢ વર્ષના બાળકને લોખંડનો ભારે દરવાજો માથામાં વાગતા ગંભીર ઈજા થઈ હતી, જે બાદ સારવાર દરમિયાન બાળકનું મોત થયાનું સામે આવ્યું છે.

મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ કારખાનામાં મજૂરી કરતા રગનભાઈ ડાવરના દોઢ વર્ષના દીકરા સંદીપ કારખાનામાં રમતો હતો. રમતા રમતા કોઈ કારણસર લોખંડનો મોટો દરવાજો તેના માથા પર આવી પડતા તેને ગંભીર ઈજા પહોંચી હતી.

ઇજાગ્રસ્ત માસૂમને પહેલા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને બાદમાં વધુ સારી સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું. ટંકારા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular