મોરબીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ–ગુજરાત રાજ્યના આહવાન પર મોટા પાયે શિક્ષકો અને BLOઓ કલેક્ટર કચેરીએ ભેગા થઈ બીએલઓને પડતી મુશ્કેલીઓ મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું.
Special Intensive Revision (SIR) હેઠળ ડોર-ટુ-ડોર એન્યુમરેશનનું ભારે કામ શિક્ષકોને શાળાકીય ફરજ બાદ કરવાનું હોવાથી વધતી મુશ્કેલીઓ, માનસિક તાણ અને દબાણ અંગે શિક્ષકોએ અસંતોષ વ્યક્ત કર્યો. ગેરહાજરી બદલ મામલતદાર-કલેક્ટર કચેરીથી ધરપકડ વોરંટ કાઢવામાં આવે છે, જેને અપમાનજનક ગણાવી આ પ્રથા રદ કરવાની માંગ કરવામાં આવી હતી.
મહાસંઘે BLO કામનો સમાન વહેંચણી આદેશ અમલમાં લાવવા, ભવિષ્યમાં BLO માટે અલગ કેડર રચવા, વધારાના ઓનલાઈન કામથી મુક્તિ આપવા, તથા અધિકારીઓના ઉદ્ધત વર્તન સામે માર્ગદર્શિકા જાહેર કરવાની માંગણી કરી હતી.
મોરબી કલેક્ટર કચેરી ખાતે લગભગ 500 શિક્ષકો અને BLO હાજર રહી વિવિધ વિધાનસભા સીટના પ્રાંત અધિકારીઓ અને કલેક્ટરને આવેદન સોંપ્યું હતું.




