HomeMorbiMaliya Miyanaમાળીયાના રોહિશાળામાં 16 વર્ષની સગીરાએ ઝેરી દવા પી લેતા કરુણ મોત

માળીયાના રોહિશાળામાં 16 વર્ષની સગીરાએ ઝેરી દવા પી લેતા કરુણ મોત

માળીયા મીયાણા તાલુકાના રોહિશાળા ગામની સીમમાં રાજેશભાઈ છગનભાઇની વાડીએ રહેતી 16 વર્ષની વાણસીબેન નાયકએ અજાણ્યા કારણસર ઝેરી દવા પી લીધી હતી. મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને હાલ માળિયા તાલુકામાં મજૂરી કરતા કુટુંબની આ કિશોરીને ગંભીર હાલતમાં જેતપર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાંથી વધુ સારવારી માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી.

ચાલુ સારવાર દરમ્યાન વાણસીબેનનું દુઃખદ મોત નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફાટી નીકળ્યું છે. માળિયા પોલીસે અકસ્માત મરણની નોંધ કરી તપાસ હાથ ધરી છે અને ઘટનાના કારણો જાણવા આગળની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular