HomeGujaratમોરબીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: 60 બોટલ સાથે રૂ. 1.23 લાખનો મુદામાલ...

મોરબીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: 60 બોટલ સાથે રૂ. 1.23 લાખનો મુદામાલ કબ્જે

મોરબી શહેરમાં સામાકાંઠે ટી.કે. હોટેલની પાછળ આવેલ ભારત રોડવે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાતાં ચકચાર મચી છે. સિટી બી ડિવિઝન પોલીસે 60 બોટલ વિદેશી દારૂનો કુલ રૂ. 1,23,480નો મુદામાલ કબ્જે કર્યો છે, જ્યારે ઘટનાસ્થળેથી કોઈ આરોપી મળ્યા ન હોવાથી તેમને પકડી પાડવા તપાસ ઝડપી બનાવાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગ પર હતી ત્યારે તેમને ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે વેચાણ માટે રાખેલી વિદેશી દારૂની 60 બોટલ મળી આવી હતી. પોલીસે તરત જ મુદામાલ જપ્ત કર્યો હતો.

મુદામાલ મંગાવવામાં સામેલ રામદેવસિંહ (રહે. રાયસીંગપર, તા. મુળી, જી. સુરેન્દ્રનગર) તથા મુદામાલ મોકલનાર બંને વ્યક્તિ સ્થળ પરથી ફરાર થઈ જતાં તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. પોલીસ હવે આરોપીઓને ઝડપવાની દિશામાં વધુ પગલાં લઈ રહી છે.

RELATED ARTICLES

Most Popular